પહેલી વાર ઈન્ટરવ્યુમાં Gmail સાંભળ્યું તો લાગ્યું એપ્રિલ ફૂલ બનાવી રહ્યાં છે : સુંદર પિચાઈ

પહેલી વાર ઈન્ટરવ્યુમાં Gmail સાંભળ્યું તો લાગ્યું એપ્રિલ ફૂલ બનાવી રહ્યાં છે : સુંદર પિચાઈ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુરૂવારે IIT ખડગપુર આવ્યા હતા. પિચાઈ સ્ટુડન્ટ્સને કહ્યું કે, ગૂગલમાં મારૂ ઈન્ટરવ્યુ 1 એપ્રિલ 2004ના દિવસે થયો હતો. તે સમયે જીમેલ લોન્ચ થયો હતો. ઈન્ટરવ્યુમાં મને જીમેલ વિશે પૂછવામાં આવ્યું, મને લાગ્યું કે, આ એપ્રિલ ફૂલની જોક્સ છે. ત્રણ વાર હું જવાબ આપી શક્યો નહતો. ચોથા ઈન્ટરવ્યુમાં થોડૂ ઘણૂ બોલી શક્યો હતો. પિચાઈ બોલ્યા આ જોબ ત્યારે મળી જ્યારે ગૂગલના લેરી પેજે ઈન્ટરવ્યુ લેવાનું છોડી દીધુ હતું. આજે પણ હું મજાકમાં કહું છું કે, ગૂગલમાં મને જોબ મળી કેમ કે, લેરીએ મારૂ ઈન્ટરવ્યુ ન લીધું.
જણાવી દઈએ કે, પિચાઈ IIT ખડગપુરના એક ઓપન એર થિયેટરમાં ‘અ જર્ની બેક ટૂ ધ પાસ્ટ ટૂ ઈન્સ્પાયર ધ ફ્યૂચર’ પ્રોગ્રામમાં સ્ટૂડન્ટસથી વાત કરી રહ્યાં હતા. આ ઈવેન્ટમાં 3500 વિદ્યાર્થીઓ સામેલ હતા. પિચાઈએ કહ્યું કે, તેઓ યંગસ્ટર્સને કંઈક ક્રિએટીવ કરતાં જોવા માંગે છે. તેમણે કહ્યું કે, અભ્યાસ જરૂરી છે પરંતુ તે બધુ જ નથી. રિસ્ક લો અને કંઈક અલગ કરવાની કોશિશ કરો, યંગસ્ટર્સ પોતાના ઝૂનૂનને ફોલો કરે.
20 વર્ષ પહેલા હું અમેરિકા જવા માટે પ્લેનમાં બેસ્યો હતો, ત્યારથી ઈન્ડિયામાં ઘણા જ ફેરફાર થઈ ગયા છે. આજે 10 લાખ લોકો પ્રતિવર્ષે ઉડાન ભરે છે, પરંતુ આજ પણ મારી હોસ્ટેલ એવી જ દેખાય છે, જેવી 25 વર્ષ પહેલા હતી.
ગૂગલમાં ઈન્ટરવ્યુનું એક્સપીરિયન્સ
ગૂગલમાં જોબ માટે મારૂ ઈન્ટરવ્યું 2004માં 1 એપ્રિલે થયું હતું. ત્યારે જીમેલ લોન્ચ થયો હતો અને મને તેનો ઉપયોગ કરવાની તક મળી નહતી. જ્યારે મને જીમેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે આ એપ્રિલ ફૂલનું જોક છે. પહેલા ત્રણ ઈન્ટરવ્યુંમાં હું આ વિશે કોઈ જ જવાબ આપી શક્યો નહતો. ચોથા ઈન્ટરવ્યુમાં જ્યારે બીજી વાર પૂછવામાં આવ્યું તો મે કહ્યું કે, હું જીમેલ વિશે જાણતો નથી. ત્યાર બાદ મને આ વિશે જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ હું ઈન્ટરવ્યુમાં જીમેલ વિશે બોલી શક્યો હતો.
પિચાઈ બોલ્યા – ત્યારે ગર્લફેન્ડને હોસ્ટેલથી બોલાવવી મુશ્કેલ હતી
પિચાઈએ કહ્યું કે, તેમની ફ્યુચર વાઈફ અંજલિની મુલાકાત આઈઆઈટીમાં થઈ હતી. પિચાઈના જણાવ્યા અનુસાર, ‘તે મારી ક્લાસમેટ હતી. તે દિવસોમાં સ્માર્ટફોન નહતા, તેથી કોઈ છોકરીને તેની હોસ્ટેલમાંથી બોલવવી ખુબ જ મુશ્કેલી ભર્યું કામ હતું. આ કામ ચૂપચાપ થઈ શકતુ્ં નહતું કેમ કે, બોલાવનાર મોટા અવાઝે કહેતો હતો કે, અંજલી… સુંદર આવ્યો છે.’
પહેલી વાર 20 વર્ષ પહેલા જોયું હતું કોમ્પ્યુટર
દુનિયાની સૌથી મોટી ટેક્નિકલ ફર્મના સીઈઓ પિચાઈએ કહ્યું કે, તેમણે પહેલી વાર કોમ્પ્યૂટર 20 વર્ષ પહેલા IIT ખડગપુરના કેમ્પસમાં જ દેખ્યું હતું. તેમણે કહ્યું કે, આજે વિકાસ ઝડપી થઈ રહ્યો છે. અમારી પાસે સ્માર્ટફોન નહતા, અને જ્યારે અમે મોટા થઈ રહ્યાં ત્યારે અમને કોમ્પ્યૂટર વાપરવાની પણ તક મળી નહતી.
મજાક મસ્તી સાથે વિદ્યાર્થીઓને આપ્યું પ્રોત્સાહન
મજાક-મસ્તી કરતાં પિચાઈએ કહ્યું કે, મે પણ કોલેજ બંક કરી છે. જ્યારે તમે કોલેજ કરી રહ્યાં છો ત્યારે તે તમારો હક છે. હું મોડી રાત સુધી જાગતો હતો અને સવારે ક્લાસ મીસ કરી દેતો હતો. પરંતુ તેની સાથે સાથે હું સખત મહેનત પણ કરતો હતો. એજ્યુકેશનમાં રિસ્ક લેવાની ભાવનાને પ્રોત્સાહન મળવું જોઈએ. પિચાઈએ કહ્યું, રેગિંગ પણ કરવામાં આવતું હતુ. સીનિયર સ્ટુડન્ટ માટે ખડગપુરના લાંબા પ્લેટફોર્મ પર મારે તેમનું લગેજ ઉઠાવવું પડતું હતું.
જ્યારે ‘અબે સાલે’ કહેવા પર બંધ થઈ મેસ
IIT ખડગપુરના એક કિસ્સા વિશે જણાવતા પિચાઈએ કહ્યું કે, જ્યારે તે અહી આવ્યા ત્યારે મુશ્કેલથી હિન્દી બોલી શકતા હતા. તેમણે મેસમાં કામ કરતાં એક વ્યક્તિને ‘અબે સાલે’ કહીને બોલાવ્યો હતો. મને ખબર નહતી કે, અબે સાલેનું શું અર્થ થાય છે. મને ખબર નહતી કે, આ લોકોને બોલાવવા માટે સાચી રીત નથી. આ વાતથી મેસવાળાને ખોટું લાગ્યુ અને કેટલાક સમય માટે તેને મેસ બંધ કરી દીધી હતી.
કોણ છે સુંદર પિચાઈ ?
-સુંદર પિચાઈ ચેન્નાઈમાં 1972માં જન્મ થયો.
– તેમનું મૂળ નામ પિચાઈ સુંદરાજન છે, પરંતુ તેઓ સુંદર પિચાઈ નામથી ઓળખાય છે.
– પિચાઈએ પોતાની બેચરલ ડિગ્રી આઈઆઈટી, ખડગપુરથી લીધી છે. તેમણે પોતાની બેન્ચમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
– યૂએસમાં સુંદરે એમએસનું અભ્યા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કરી અને વ્હાર્ટન યૂનિવર્સિટીથી એમબીએ કર્યું.
– તે 11 વર્ષથી ગૂગલમાં છે. તેમણે 2004માં ગૂગલ જોઈન કર્યું હતું. તે સમયે તે પ્રોડ્ક્ટ અને ઈનોવેશન ઓફિસર હતા.
– સુંદર સીનિયર પ્રેસિડેન્ટ (એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવીઝન) રહી ચૂક્યા છે.
-પાછલા વર્ષે ઓક્ટોબરમાં ગૂગલના સીનિયર વીપી (પ્રોડક્ટ ચીફ) બનાવવામાં આવ્યા હતા.
– એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં લોન્ચ થયેલ ક્રોમમાં તેમની મોટી ભૂમિકા રહી છે.

No comments:

Post a Comment

Featured post

Ror