ટૂંક સમયમાં 3G મોબાઈલ યુઝર્સ પણ વાપરી શકશે 4G JIO !
ભારતમાં રિલાયન્સે ફ્રિ 4G ઈન્ટરનેટ લોન્ચ કરીને ટેલિકોમ કંપનીઓમાં એક મોટી હરિફાઈ ઉભી કરી દીધી છે. તે ઉપરાંત ભારતની ઈન્ટરનેટ દુનિયામાં એક નવી ક્રાંતિ લાવી દીધી છે. જોકે, હાલમાં પણ ભારતમાં ઘણા મોબાઈલ યુઝર્સ 3G મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છે. તે ઉપરાંત રિલાયન્સ જિયો હજું સુધી બધી જ જગ્યાઓ પર પહોંચી શક્યું નથી, તેમાય ખાસ કરીને ભારતીય ગ્રામીણ વિસ્તારોમાં લોકો 3G અને 2G ડેટાનો ઉપયોગ કરે છે.
હવે રિલાયન્સ જિયો 3G યુઝર્સને પણ પોતાના ડેટા ક્નેક્ટશનમાં આવરી લેવાની તૈયારી કરી લીધી છે. હવે જિયો 3G હેન્ડસેટમાં પણ સપોર્ટ કરશે. એક અહેવાલ અનુસાર જિયો એક એવી એપ પર કામ કરી રહ્યું છે કે, જેની મદદથી 3G સ્માર્ટફોન યુઝર્સને પણ 4G સ્પીડની મજા લઈ શકાશે. આ એપ જાન્યુઆરીના અંત સુધીમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જેથી 3G સ્માર્ટફોન યુઝર્સ પણ કંપનીના હેપ્પી ન્યૂયર પ્લાનનો લાભ લઈ શકે.
No comments:
Post a Comment